દાહોદ નજીક છાપરી ગામમાં રેલ્વે હોસ્પિટલ પાસે રહેતા ૬૦ વર્ષીય અલ્કાબેન ગૌતમ વર્ષ ૧૯૯૨થી સખી મંડળની વિવિધ સ્તરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના પાસે પરસ્પર સહકારથી આર્થિક પ્રવૃત્તિ કરવાનો વ્યાપક અનુભવ છે. તેમણે જ દાહોદમાં નવતર પ્લાસ્ટિક કાફે શરૂ કર્યું છે. આ પ્લાસ્ટિક કાફેમાં પ્લાસ્ટિક આપવાથી ગરમા ગરમ નાસ્તો સાવ મફત આપવામાં આવે છે. પરંતુ, હાલમાં કોરોના વાયરસની સ્થિતિને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી તેમનું પ્લાસ્ટિક કાફે બંધ કરવામાં આવ્યું છે. ગણેશ સખી મંડળ દ્વારા સંચાલિત પ્લાસ્ટિક કાફે બંધ થતાં ઘરે રહેલી મહિલાઓએ સમય અને સંજોગો પારખીને માસ્ક બનાવવાનું શરૂ કર્યું. હાલમાં પ્રતિદિન અલ્કાબેનના ઘરે બે કે ત્રણ મહિલાઓ એકઠી થાય છે અને માસ્ક બનાવવાની કામગીરી કરે છે. કેટલીક મહિલાઓ પોતાના ઘરેથી જ આ કામગીરી કરી રહી છે. તેઓ મલ્ટી લેયર માસ્ક બનાવી રહ્યા છે. આ માસ્ક બનાવવા માટે જરૂર પડતા કપડા અને રબર ખરીદી કરવામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મદદ કરી રહ્યું છે. બજારો બંધ હોવાથી વેપારીઓનો સંપર્ક સાધી તેમને માસ્ક બનાવવાનું કાપડ ખરીદવાની મદદ કરવામાં આવી રહી છે. આ પૂર્વે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ સખી મંડળને રૂ. ૧૨ હજારનું રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવ્યું હતું. ગણેશ સખી મંડળની બહેનો દ્વારા હાલમાં પ્રતિદિન ૩૦૦ માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સહિતની સંસ્થાઓ દ્વારા તેમને ૨૫૦૦ માસ્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે તેઓ રૂ. ૧૩ લેખે એક માસ્કનું વેચાણ કરે છે. પણ, મોટા ઓર્ડર ઉપર રૂ. ૧૦ લેખે પણ માસ્ક આપે છે. ગણેશ સખી મંડળની મહિલાઓ પોતાના જ ઘરે, સિલાઇ મશીન વડે માસ્ક બનાવવાની કામગીરી ઝડપથી થઇ રહી છે. આ મહિલાઓએ કોરોના વાયરસ નામની આપત્તિને અવસરમાં પલટાવી નાખી છે અને પ્રવૃત્તિ વિના ઘરે બેસી રહેવા કરતા અર્થોપાર્જન માટે માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે.
Powered by Blogger.
Main Menu
Follow Us
Follow Us
Contributors
Contact Form
Search This Blog
Blog Archive
- March 2021 (1)
- November 2020 (1)
- May 2020 (9)
- April 2020 (15)
- September 2019 (7)
Monday, 27 April 2020
Dahod News- Women is Making Mask at Home in Dahod for Corona
Publisher Monday, 27 April 2020
Thanks for reading Dahod News- Women is Making Mask at Home in Dahod for Corona
Previous
« Prev Post
« Prev Post
Next
Next Post »
Next Post »
No comments:
Post a Comment