Powered by Blogger.

Contact Form

Name

Email *

Message *

Search This Blog

Blog Archive

About Us

About Us
There are many variations of passages of Lorem Ipsum available.

Monday, 27 April 2020

Dahod News of Sakhi Van Stop Center

  Publisher       Monday, 27 April 2020

પીડિત મહિલાઓનું સંકટમોચક બનતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર 
શોષિત-પીડિત-સામાજિક અન્યાયનો ભોગ બનેલી મહિલાઓની સમસ્યાઓનો સંવેદના અને કુનેહપૂર્વક ઉકેલ, છેલ્લા બે મહિનામાં ૩૯ કેસોનું સંતોષકારક સમાધાન
નારી ગૌરવ લેખ : મહેન્દ્ર પરમાર
દાહોદ જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા કાર્યકરોની ટીમ શોષિત-પીડિત, સામાજીક અન્યાયનો ભોગ બનેલી મહિલાઓની સમસ્યાઓનો સંવેદના અને કુનેહપૂર્વક ઉકેલ લાવી રહી છે. છેલ્લા બે મહિનામાં સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ૩૯ કેસોનું સંતોષકારક સમાધાન આણ્યું છે. તાજેતરમાં જ બનેલી એક સંવેદનશીલ ઘટનાનો ઉલ્લેખ અહીંયા યોગ્ય રહેશે. સખી વનસ્ટોપ સેન્ટરે માનસિક રીતે અસ્વસ્થ એક મહિલાને તેના પરીવાર સાથે સુખદ મેળાપ કરી આપ્યો હતો. ઘરથી ભુલી પડેલી આ મહિલા સાથે તેના બે નાનકડા બાળકો પણ હતા. ભૂખથી તડપી રહેલા બાળકો અને મહિલાની સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા ટીમે પ્રેમપૂર્વક સંભાળ લીધી હતી અને મહિલાનું કાઉન્સલીંગ કરી તેની પાસેથી તેના પરીજનોની માહિતી મેળવી હતી. આ મહિલા ખૂબ નાના બે બાળકોને તેડીને લીમખેડા બસસ્ટેન્ડે ઘણા સમયથી ઉભી હતી. તેના બંને બાળકો ભૂખથી રડી રહ્યા હતા. એક જાગૃત નાગરિકને લાગ્યું કે આ મહિલા કદાચ માનસિક અસ્વસ્થ્ય છે તેણે મહિલા અભયમનો ૧૮૧ નંબર જોડીને તેમણે જાણ કરી. તુરંત જ મહિલા અભયમની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને પૂછપરછ કરતા તે કશું બોલી શકતી નહોતી. મહિલાને કાઉન્સલીંગની જરૂરીયાત જણાતા મહિલા અભયમ ટીમ તેમને દાહોદ શહેરમાં આવેલા સખી વનસ્ટોપ સેન્ટરે મુકી ગયા. સખી વન સ્ટોપ સેન્ટરના મહિલા ટીમે આ મહિલાને ભોજન આપ્યું. તેના બાળકોને દૂધ આપ્યું. પણ મહિલા હજુ પણ કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી. તે શાંત થાય પછી તેના ઘર પરીવાર વિશે માહિતી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું. અને સખી વનસ્ટોપ સેન્ટરમાં તેને આશ્રય આપવામાં આવ્યો. બીજા દિવસના કાઉન્સલીંગમાં ધીરે ધીરે મહિલાએ થોડી માહિતી આપી તેના પરથી તેમના ઘર પરીવારનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા. તેમના પરીજનો પણ મહિલાને શોઘી રહ્યા હતા. તેઓ તાત્કાલીક સેન્ટરે પહોંચી ગયા. આ મહિલાના ભાઇએ મહિલા થોડા સમયથી માનસિક રીતે અસ્વસ્થ્ય હોવાનું જણાવ્યું અને એક વર્ષનો છોકરો અને બે વર્ષની છોકરી સાથે લઇને ભૂલથી ઘરથી દૂર નીકળી ગઇ હોય રસ્તો ભૂલી ગઇ હોવાનું જણાવ્યું. મહિલાને લેવા આવેલા પરીવારે સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા કાર્યકરોનો ઘણો આભાર માન્યો. સખી વનસ્ટોપ સેન્ટરના સંચાલક શ્રીમતી સંધ્યાબેન ડીંડોડ જણાવે છે કે, જિલ્લામાં મહિલાઓ સામાજિક અન્યાયનો ભોગ બની હોય તેવા કિસ્સા વધુ આવે છે. આવા કિસ્સામાં મોટે ભાગે પંચાયત (ગામના અગ્રણીઓ) બોલાવીને ન્યાય તોળવ
logoblog

Thanks for reading Dahod News of Sakhi Van Stop Center

Previous
« Prev Post

No comments:

Post a Comment