Powered by Blogger.

Contact Form

Name

Email *

Message *

Search This Blog

Blog Archive

About Us

About Us
There are many variations of passages of Lorem Ipsum available.

Monday, 27 April 2020

Dahod Corona News- Checkup on MP Border

  Publisher       Monday, 27 April 2020

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે બે 
દિ’માં દસ હજાર પ્રવાસીઓનું પરીક્ષણ
દાહોદ જિલ્લાની આરોગ્ય તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલી ચેકપોસ્ટ ઉપર સતત કામગીરી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના સાવચેતીના પગલાને ભાગ રૂપે આંતરરાજ્ય સરહદે સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદ નજીકના સરહદી વિસ્તારોમાં આવેલી ૧૧ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન જ ૧૦૧૩૮ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૫૧ દર્દીઓને સામાન્ય પ્રકારની શરદી, તાવના લક્ષણો જણાતા સ્થળ ઉપર જ દવા આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા કુલ ૧૧ ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જે તે વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્રની ટીમો ઉક્ત કામ કરી રહી છે. આ ૧૧ ચેકપોસ્ટ ઉપર છેલ્લા બે દિવસ દરમિયાન થયેલી કામગીરીની વિગતો જોઇએ તો મધ્યપ્રદેશની સરહદે ખંગેલા ખાતે ૨૩૪૭, આગાવાડા ખાતે ૧૪૯૬, ટાંડા ખાતે ૬૧૧, મિનાક્યાર ખાતે ૧૦૧, ભાભારા ચોકડી ખાતે ૧૬૧૧ અને મંડોર ખાતે ૧૨૨ વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ જ પ્રકારે રાજસ્થાનની સરહદે આવેલા ધાવડિયા ખાતે ૧૩૮૭, ચાકલિયા ખાતે ૧૧૭૩, પીપલારામાં ૪૮૧, ડુંગર ખાતે ૩૦૯ અને ઘુઘસ ચેકપોસ્ટ ખાતે ૫૦૦ મળી કુલ ૧૦૧૩૮ પ્રવાસીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું
logoblog

Thanks for reading Dahod Corona News- Checkup on MP Border

Previous
« Prev Post

No comments:

Post a Comment