Powered by Blogger.

Contact Form

Name

Email *

Message *

Search This Blog

Blog Archive

About Us

About Us
There are many variations of passages of Lorem Ipsum available.

Monday, 27 April 2020

Dahod News- Food Distribution in Dahod

  Publisher       Monday, 27 April 2020
દાહોદ જિલ્લામાં રાશનકાર્ડ વિહોણા ૨૧૦૮ પરિવારોને વિનામૂલ્યે મળશે એક માસનું રાશન 
અન્ન બ્રહ્મમ યોજના અંતર્ગત જિલ્લાના ૩૯૯૭ લાભાર્થીઓને એક માસની નિ:શુલ્ક રાશનકીટ આપવામાં આવશે
પ્રતિવ્યક્તિ ઘઉં ૩.૫ કિલો, ચોખા ૧.૫ કિલો, દાળ ૧ કિલો, ખાંડ ૧ કિલો, મીઠું ૧ કિલો આપવામાં આવશે
દાહોદ, તા. ૦૭ : કોરોના સંક્રમણને રોકવા માટે દાહોદ જિલ્લામાં ૨૧ દિવસીય લોકડાઉનનો અમલ ચાલુ છે ત્યારે જિલ્લામાં જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઇ પુરાવા ન હોય અને અત્યંત ગરીબ-નિરાધાર, ઘર અને કુંટુંબવિહોણા છે તેવા લાભાર્થીઓને અન્ન બ્રહ્મમ યોજના અંતર્ગત રાશન મળી રહે તે માટે ઓળખ કરવામાં આવી છે. જિલ્લાના ૨૧૦૮ કુંટુંબોના ૩૯૯૭ લોકોને એપ્રીલ મહિના માટે પ્રતિ વ્યક્તિ નિ:શુલ્ક ‘ફુડ બાસ્કેટ’ - રાશનકીટ આપવામાં આવશે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, અન્ન બ્રહ્મમ યોજના અંતર્ગત આ ફુડ બાસ્કેટમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું જેવી આવશ્યક વસ્તુઓ આપવામાં આવશે. જેમાં પ્રતિવ્યક્તિ ઘઉં ૩.૫ કિલો, ચોખા ૧.૫ કિલો, દાળ ૧ કિલો, ખાંડ ૧ કિલો, મીઠું ૧ કિલો એમ રાશન કીટ આપવામાં આવશે. દાહોદ જિલ્લામાં જે લાભાર્થી કુંટુંબોને અન્ન બ્રહ્મમ યોજનાનો લાભ મળવાનો છે તેની તાલુકા પ્રમાણે સંખ્યા જોઇએ તો દાહોદ તાલુકામાં ૨૫૦, ગરબાડામાં ૫૦૦, ઝાલોદમાં ૧૧૧, ફતેપુરામાં ૪૯૯, લીમખેડામાં ૨૩૮, ધાનપુરમાં ૧૫૧, દેવગઢ બારીઆમાં ૧૧૦, સંજેલીમાં ૨૩૯ અને સીંગવડમાં ૧૦ કુંટુંબોને આ યોજના અંતર્ગત રાશન કીટ આપવામાં આવશે. આવી વિગતો કલેક્ટરશ્રીએ આપી હતી. અન્ન બહ્મમ્ યોજનામાં પારદર્શક્તા જળવાય એ રીતે પ્રાથમિક રીતે તલાટી મંત્રી કક્ષાએ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પરિવારની રૂબરૂ મુલાકાત સમયે તેમની પાસેથી આધાર કાર્ડનો નંબર માંગવામાં આવ્યો હતો. જે આધાર નંબર ના હોય તો પરિવારના અન્ય સભ્યોના નામો લેવામાં આવ્યા હતા. એના આધારે ઓનલાઇન તપાસ કરી જેતે વ્યક્તિ પાસે ખરેખર રાશન કાર્ડ છે કે નહી ? તેની ખરાઇ કરવામાં આવી છે. જેમકે, કોઇ પરિવાર અહીં દાહોદમાં છે અને એનું રાશન કાર્ડ અન્ય જિલ્લામાં બોલતું હોય તો તેમાં ઓનલાઇન એન્ટ્રી કરી દેવામાં આવે છે. હવે આ રાશન કિટ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવી તેની વિગતો જોઇએ. રાશન શોપના ઠેકેદારો પાસે વિતરણ બાદ વધેલા જથ્થા મુજબ કિટ્સ તૈયાર કરવામાં આવી છે. એટલે કે, કિટ્સ ઠેકેદારો દ્વારા જ કિટ્સ તૈયાર કરવામાં આવી છે. તૈયાર કર્યા બાદ કિટ્સ પુરવઠા નિગમના ગોદામમાં પહોંચાડવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અતિગરીબ, નિરાશ્રીત જેમની પાસે કોઇ ઓળખ પૂરાવો પણ નથી તેવા ઇટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકો, વગેરેને આ યોજના હેઠળ ઓળખ કરવામાં આવી છે.

logoblog

Thanks for reading Dahod News- Food Distribution in Dahod

Previous
« Prev Post

No comments:

Post a Comment