Powered by Blogger.

Contact Form

Name

Email *

Message *

Search This Blog

Blog Archive

About Us

About Us
There are many variations of passages of Lorem Ipsum available.

Monday, 27 April 2020

Dahod News - દાહોદની ૨૦૦ સંસ્થાઓ દ્વારા કામદારોને રૂ. ૪.૬૩ કરોડ પગાર પેટે ચૂકવાયા

  Publisher       Monday, 27 April 2020

દાહોદની ૨૦૦ સંસ્થાઓ દ્વારા કામદારોને 
રૂ. ૪.૬૩ કરોડ પગાર પેટે ચૂકવાયા
કલેક્ટરશ્રીના જાહેરનામા, સરકારી શ્રમ અધિકારીના પ્રયત્નો અને માલિકોની માનવતાને પરિણામે કામદારોને લોકડાઉનમાં મળી મોટી રાહત

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો અને કાયદાકીય ઉપચારને પરિણામે લોકડાઉન દરમિયાન બંધ રહેલા નોકરીદાતા સંસ્થાઓના માલિકો દ્વારા માનવતાભર્યા નિર્ણય લઇને ૪૩૬૨ કામદારોને તેમના મહેનતાણારૂપે રૂ. ૪.૬૩ કરોડ ચૂકવવામાં આવ્યા છે. સરકારી શ્રમ અધિકારી સુશ્રી પ્રિયંકા બારિયાએ આ બાબતની વિગતો આપતા જણાવ્યું કે, લોકડાઉનમાં કામદારોને તેમનો પગાર મળતો રહે એ માટે કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત દાહોદ જિલ્લામાં આવેલી નોકરીદાતાઓ એવી સંસ્થાઓની યાદી મેળવવામાં આવી હતી. તે બાદ દાહોદમાં આવેલી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કારખાનેદારોને સમજ આપવામાં આવી હતી અને કામદારો પ્રત્યે સંવેદના દાખવવા કહેવામાં આવ્યું હતું. જેમાં પરિણામરૂપ કારખાનાના માલિકો દ્વારા પણ માનવતાસભર નિર્ણય લેવામાં આવતા કામદારોને તેમના પગારના ચૂકવણા કરવામાં આવ્યા છે. તા. ૧૩ સુધીમાં ૨૦૦ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કુલ ૪૩૬૨ કામદારોને રૂ. ૪,૬૩,૫૫,૧૩૦ની ચૂકવણી કરવામાં આવી છે. પે ડે પ્રમાણેની યાદી જોઇએ તો તા. ૪ના ૨૦ સંસ્થાઓ દ્વારા ૧૬૭ કામદારોને રૂ. ૧૪.૮૨ લાખ, તા. ૫ના રોજ ૧૯ સંસ્થાઓ દ્વારા ૧૯૩ કામદારોને રૂ. ૧૭.૫૮ લાખ, તા. ૬ના રોજ ૩૦ સંસ્થાઓ દ્વારા ૪૮૯ કામદારોને રૂ. ૮૨.૫૩ લાખ, તા.૭ના રોજ ૩૦ સંસ્થાઓ દ્વારા ૧૬૧૨ કામદારોને રૂ. ૧.૬૩ કરોડ, તા. ૮ના રોજ ૨૯ સંસ્થાઓ દ્વારા ૪૯૫ કામદારોને રૂ. ૪૫ લાખ અને તા. ૯ના રોજ ૩૦ સંસ્થાઓ દ્વારા ૫૮૬ કામદારોને રૂ. ૫૪.૮૬ લાખ તથા તા. ૧૩ના રોજ ૩ સંસ્થાઓ દ્વારા ૨૪૮ કામદારોને રૂ. ૨૪.૨૯ લાખના ચૂકવણા કરવામાં આવ્યા છે. દાહોદમાં જરૂરી ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતી નાની મોટી મળી કુલ ૫૮ જેટલી ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા તેમને ત્યાં કામ કરતા ૫૦૯ જેટલા કામદારો માટે રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને પરિણામે ૪ હજારથી પણ વધુ કામદારોને લોકડાઉન દરમિયાનની સંભવિત આર્થિક સંકડામણની સમસ્યા દૂર થવા પામી છે.


logoblog

Thanks for reading Dahod News - દાહોદની ૨૦૦ સંસ્થાઓ દ્વારા કામદારોને રૂ. ૪.૬૩ કરોડ પગાર પેટે ચૂકવાયા

Previous
« Prev Post

No comments:

Post a Comment